Varicose Veins Treatment in Ahmedabad

પ્રસ્તાવના

ભારતમાં દર ૫ માંથી ૧ વ્યક્તિ વૅરીકોસ વેઇન્સની ફરિયાદ કરે છે.  વૅરીકોસ વેઇન્સ ખામીયુક્ત વાલ્વને કારણે થાય છે જે લોહીના પ્રવાહને હૃદય તરફ પાછો જતા રોકે છે.

પ્રારંભિક તબક્કામાં, વૅરીકોસ વેઇન્સ, નરી આંખ દ્વારા જોઈ શકાય અથવા ન પણ જોઈ શકાય. સમય જતા, નાના સ્પાઈડર વેબ જેવી રચનાઓના રૂપમાં સ્પાઇડર વેઇન્સ પગ પર દેખાય છે.

જ્યારે જમા થયેલા લોહીથી નસો વિસ્તૃત થાય છે, સોજો આવે છે અને પગ અને પગની ત્વચાની સપાટી પર ઉપસી આવે અને સ્પષ્ટપણે દેખાય છે ત્યારે વૅરીકોસ વેઇન્સની રચના થાય છે.

સારવારમાં અભાવ અથવા વિલંબ, સોજાની સાથે ત્વચાના રંગમાં ફેરફાર ( ડિસ્કલરેશન)  જેવી મુશ્કેલીઓ તરફ દોરી શકે છે, જે પછીથી પગમાં ચાંદુ પડવું (એકટીવ વિનસ અલ્સર), ક્રોનિક વિનસ ઈન્સફીસીઅન્સી અને નસોમાં લોહીના ગંઠાવા (DVT) તરફ દોરી જાય છે.

લક્ષણો

વિવિધ લોકો વેરીકોસ વેઇન્સ ના વિવિધ લક્ષણો અનુભવે છે જેમ કે:

1. પગના નીચલા ભાગમાં ભારે પીડા અને અગવડતા

2. ક્ષતિગ્રસ્ત વિસ્તારમાં બળતરા અને ખંજવાળ

3. પગની ઘૂંટીની આસપાસ તીવ્ર દબાણ અને સોજો

4. પગની પિંડીઓમાં ભારેપણું અને સજ્જડતાની લાગણી

5. આખા દિવસના કામ પછી સાંજે કે રાત્રે પગ દુખવા

કારણો

વેરીકોસ વેઇન્સ નીચેના કારણોથી થઈ શકે છે:

1. નબળી જીવનશૈલી

2. જાડાપણું અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ

3. અતિશય ધૂમ્રપાન અને દારૂનું સેવન

4. ચુસ્ત કપડાં અને / અથવા ઊંચી એડીઓ પહેરવી

5. લાંબા સમયગાળા માટે બેસવું અથવા ઊભા રહેવું

6. ભૂતકાળમાં લોહી ગંઠાવા (DVT) નો ઇતિહાસ

7. વારસાગત અને જનીનો

8. ગર્ભાવસ્થા

ઉપચારના પ્રકાર

વેરીકોસ વેઇન્સ માટે સારવારની અસંખ્ય પદ્ધતિઓ ઉપલબ્ધ છે:

1. વેઇન લાઈગેશન

2. વેઈન સ્ટ્રિપિંગ

3. સ્ક્લેરોથેરાપી

4. રેડિયોફ્રીક્વન્સી એબ્લેશન

5. એન્ડોવિનસ લેસર ટ્રીટમેન્ટ

6. વિનાસીલ ગ્લુ એમ્બોલાઈઝેશન

Varicose Veins Specialist Ahmedabad

લેસર એબ્લેશનના ફાયદા

નીચેના કારણોસર અન્ય બધી સારવાર પ્રક્રિયાઓ કરતાં લેસર સારવાર ખૂબ ફાયદાકારક છે:

1. પીડારહિત

2. ખૂબ જ ઓછી તકલીફ પડે છે

3. ઝડપી અને અસરકારક

4. ફક્ત સ્થાનિક એનેસ્થેસિયાની જરૂર છે

5. કાપા રહિત, ટાંકા રહિત, ઘા રહિત

6. એક જ દિવસમાં રજા

7. શૂન્ય ડાઉનટાઇમ

8. ઉચ્ચ સફળતા દર

9. કોઈ આડઅસર નથી

10. સમસ્યાના પુનરાવર્તનની નજીવી તકો

11. શસ્ત્રક્રિયા પછીની સારસંભાળની કોઈ જરૂર નથી

એવિસ વાસ્ક્યુલર સેન્ટરમાં દર્દીનો પ્રવાહ

એવિસ વાસ્ક્યુલર સેન્ટરમાં, અમારી પાસે સારવારની એક સરળ અને સીધી પ્રક્રિયા છે. તમારી નોંધણી પછી, તમને વરિષ્ઠ ડોક્ટર પાસેથી પ્રાથમિક કન્સલ્ટેશન મળે છે. તેમાં પ્રથમ વેરીકોસ વેઇન્સ માટે દર્દીનું એક્ઝામિનેશન થાય છે.

ત્યારબાદ વેરીકોસ વેઇન્સ નું સ્ટેજ નક્કી કરવા માટે ડુપ્લેક્સ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ તમારા અલ્ટ્રાસાઉન્ડ સ્કેનના રિપોર્ટની વિગતવાર ચર્ચા કરે છે. એન્ડોવિનસ લેસર ટ્રીટમેન્ટ પહેલાં તેના સિંગલ પેકેજ ખર્ચને સમજવામાં તમને સહાય મળે તે માટે સચોટ અને ઊંડાણપૂર્વકનું ફાઈનાન્સીયલ કોઉન્સેલિંગ કરવામાં આવે છે.

ત્યારબાદ ઉચ્ચ ગુણવત્તાવાળા અને અનુભવી ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ સ્થાનિક એનેસ્થેસિયા સાથે એન્ડોવિનસ લેસર એબ્લેશન પ્રક્રિયા કરે છે. તમને તે જ દિવસે રજા આપવામાં આવે છે અને અમારા ડોકટરો તમને ઝડપી રિકવરી કરવામાં સહાય કરે છે.

પ્રક્રિયા

વેરીકોસ વેઇન્સની સારવાર માટે એન્ડોવિનસ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન પ્રક્રિયા લેસર એબ્લેશન પ્રક્રિયા જેવી જ છે. તેમાં સામાન્ય એનેસ્થેસિયાની કોઈ જરૂર નથી અને દર્દી સમગ્ર પ્રક્રિયા દરમિયાન જાગૃત હોય છે.

આ પ્રક્રિયા નાની સોયની મદદથી કરવામાં આવે છે જે દર્દીના પગમાં દાખલ કરવામાં આવે છે. ડોક્ટરો લાઈવ કલર ડોપ્લર સ્કેનની મદદથી ખામીયુક્ત નસોને ઓળખે છે. આ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કોઈપણ લિકેજને ઓળખવામાં પણ મદદ કરે છે.

ત્યારબાદ ડોક્ટર સોયની મદદથી રેડિયોફ્રીક્વન્સી ફાઇબર દાખલ કરે છે અને ક્ષતિગ્રસ્ત બધી વેરીકોસ વેઇન્સને દૂર કરે છે. તે ખૂબ જ ટૂંકી પ્રક્રિયા છે જે સરળતાથી ૧૫-૨૦ મિનિટમાં પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા પછી દર્દી ઊભો થઈ શકે છે, ચાલી શકે છે અને બધી નિયમિત પ્રવૃત્તિઓ કરી શકે છે.

આ પ્રક્રિયામાં કોઈ મોટા કાપા કે ટાંકાની જરૂર નથી. તે પીડા રહિત અને ઘા રહિત પ્રક્રિયા છે જે તમામ વય જૂથો માટે યોગ્ય છે. આ પ્રક્રિયા માટેનો સફળતા દર ખૂબ ઊંચો છે અને રિકવરી લગભગ તાત્કાલિક છે.

પ્રક્રિયા પછીની સારસંભાળ  (૪ સ્તરનો પાટો)

રેડિયોફ્રીક્વન્સી એબ્લેશન પ્રક્રિયા પછી, ડોકટરો દર્દીઓને આશરે ૫-૧૦ દિવસ માટે એન્ટિબાયોટિક્સ લેવાની સલાહ આપે છે.

જો દર્દીને કોઈ ફોડલો (અલ્સરેશન) હોય, તો ડોકટરો ચાર-સ્તરના પાટાની સાથે IV એન્ટિબાયોટિક્સ સૂચવે છે. લક્ષણો દૂર ન થાય ત્યાં સુધી દર ૧૦ દિવસમાં આ પટ્ટી બદલવામાં આવે છે.

થોડા દર્દીઓ જે પીડા, જલન, સોજો અને નિષ્ક્રિયતાના સ્વરૂપમાં હળવી આડઅસર પેદા કરે છે તેમને ૩ મહિના સુધી કમ્પ્રેશન સ્ટોકિંગ્સના નિયમિત ઉપયોગ સાથે ઓરલ એન્ટીબાયોટીક્સ લેવાની સલાહ આપવામાં આવે છે.

સમસ્યાનું પુનરાવર્તન

એન્ડોવિનસ લેસર ટ્રીટમેન્ટ માટે એવિસ વાસ્ક્યુલર સેન્ટરનો અસાધારણ રીતે ઊંચો સફળતા દર 97% છે. અમે તમને વેરીકોસ વેઇન્સની પુનરાવર્તનની તકો ઘટાડવા માટે પૌષ્ટિક આહાર લેવાની અને કસરતનો નિયમ બનાવીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની સલાહ આપીશું.